VIDEO: ગુજરાત વિધાનસભા: GPSC સભ્યોની ખાલી જગ્યાઓ અને સરકારી વિલંબ પર સવાલ
સોર્સ : gstv
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં GPSCના ખાલી પડેલા સભ્યોની નિમણૂકનો મુદ્દો ફરી એકવાર ગાજ્યો હતો, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, અગાઉ આજથી બરાબર એક વર્ષ પહેલા પણ આ જ પ્રશ્ન ગૃહમાં પૂછવામાં આવ્યો હતો છતાં પરિસ્થિતિ યથાવત રહી છે. હાલ આ પંચમાં માત્ર બે જ સભ્યોની પસંદગી કરવામાં આવી છે અને બાકીના સાત સભ્યોની ભરવાની પ્રક્રિયા હજુ સુધી અધ્ધરતાલ છે.

