VIDEO: વાગરામાં એક્સપાયરી ડેટ વાળા ગાંઠિયાથી બાળકની તબિયત બગડી, દુકાનદાર સામે કાર્યવાહી
સોર્સ : gstv
ભરૂચના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલા જનરલ સ્ટોરમાંથી એક્સપાયરી ડેટના ગાંઠિયા વેચાયા હોવાનો આક્ષેપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર, સાવરિયા નામની દુકાનમાંથી ખરીદેલા ગાંઠિયા ખાધા બાદ બાળકને ઉલટીઓ થઈ હતી. પેકેટ તપાસતા તેના પરથી એક્સપાયરી ડેટનું સ્ટીકર હટાવેલું માલૂમ પડ્યું હતું. મામલો ગંભીર બનતાં ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરાઈ હતી, જેના પગલે પોલીસ અને ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, દુકાન સંચાલક સુરેશભાઈ કુમાવતે પોતાની ભૂલ સ્વીકારતા સ્પષ્ટતા કરી હતી કે, એક્સપાયરી થયેલો માલ અલગ રાખ્યો હતો પરંતુ તેમની ગેરહાજરીમાં કર્મચારીથી ભૂલથી વેચાઈ ગયો હતો. તેમણે ગ્રાહકની માફી માગી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની ખાતરી આપી હતી

