VIDEO: શ્રાવણના અંતિમ સોમવારે પરશુરામ સંગઠન દ્વારા મહાદેવને બિલ્વાર્પણ
સોર્સ : gstv
ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મહાદેવજીને બિલ્વાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે આયોજિત કાર્યક્રમમાં મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં ભક્તોએ મહાદેવજીને બિલ્વ અર્પણ કર્યા હતા. શાસ્ત્રી હિતેશભાઈ વ્યાસ મહારાજ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરાવવામાં આવી હતી. શ્રાવણ માસમાં મહાદેવજીને બિલ્વ અર્પણ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. અંતિમ સોમવારે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મહાદેવજીના દર્શન કરી બિલ્વાર્પણમાં ભાગ લીધો હતો.

