VIDEO: સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
સોર્સ : gstv
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારે 3 વાગ્યાથી જ મંદિર પરિસરમાં ભક્તોનો પ્રવેશ શરૂ કરવામાં આવ્યો હતો. યાત્રિકોની સુવિધા માટે નિઃશુલ્ક સામાનઘર અને જૂતાઘરની વ્યવસ્થા પણ સવારે 3 વાગ્યાથી શરૂ કરાઈ હતી. ઝીગઝેગ ક્યૂ મેનેજમેન્ટ અને ઝોન પ્રમાણે યાત્રિકોના વર્ગીકરણને કારણે દર્શન વ્યવસ્થા અનુશાસિત અને શાંતિપૂર્ણ રહી હતી. મંદિરના દર્શન દ્વાર ખુલ્યા તે પહેલાં જ પરિસરમાં હજારો યાત્રિકો દ્વારા શિવધૂન કરવામાં આવી હતી. સવારે 3 વાગ્યાથી જ સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વ્યવસ્થા જાળવવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અને સોમનાથ ટ્રસ્ટની ટીમો પણ ખડેપગે રહી હતી. સવારે 4 વાગ્યે દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

