VIDEO: હલ્દવાની વિવાદ અને રાહુલ ગાંધી સામે FIRના વિરોધમાં ભરૂચ કોંગ્રેસના ધરણા
સોર્સ : gstv
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હલ્દવાની રેલીના સ્થળે કરાયેલી “શુદ્ધિકરણ વિધિ” અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉત્તરાખંડ પોલીસે નોંધાવેલી એફઆઈઆરના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ રોડ પર ઉતરી આવી છે. ભાજપ સરકારના ઈશારે બંધારણીય મૂલ્યોનું અપમાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન નજીક ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે રાજકીય દબાણ હેઠળ પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

