VIDEO: ભરૂચમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ
સોર્સ : gstv
રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. એસઓજી ના પીઆઈ એ.વી. પાણમિયા અને એલસીબી ના પીએસઆઈ એ.વી. શિયાળીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમોએ સિટી સેન્ટર બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ અને પાર્કિંગ પ્લોટ્સમાં આકસ્મિક સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, સામાન અને વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જાહેર સ્થળો પર બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી કડક નિરીક્ષણ કરી પોલીસે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત સુનિશ્ચિત કર્યો છે.

