VIDEO: અંકલેશ્વરના ચૌટા બજારમાં જંગલ થીમ અને બાબા અમરનાથની બરફની પ્રતિકૃતિનું આકર્ષણ
સોર્સ : gstv
અંકલેશ્વરનું ચૌટા બજાર ગણેશમય બનીને ભક્તિના રંગે રંગાયું છે. શ્રી માર્કંડેશ્વર યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તાની નયનરમ્ય પ્રતિમા સાથે જંગલની થીમ પર મનોરમ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે ભક્તોને પ્રકૃતિની ગોદમાં હોવાનો અહેસાસ કરાવે છે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બાબા અમરનાથની બરફની પ્રતિકૃતિ છે, જેના કારણે શ્રદ્ધાળુઓને અંકલેશ્વરમાં જ પવિત્ર અમરનાથ ધામના દર્શનની અલભ્ય અનુભૂતિ થઈ રહી છે. બરફથી તૈયાર કરાયેલા બાબા બર્ફાનીના સ્વરૂપને જોઈ ભક્તો ભાવવિભોર બન્યા છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી દાદાના દર્શન અને મહાઆરતીનો લ્હાવો લઈ રહ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તાર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યો છે.

