VIDEO: અંકલેશ્વરના જુના દીવા-અંદાડા ગામથી ૩૦૦થી વધુ માઈભક્તોનો પગપાળા સંઘ શક્તિપીઠ અંબાજી ધામ ખાતે રવાના થયો
સોર્સ : gstv
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યભરમાં માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના જુના દીવા અને અંદાડા ગામના માઈભક્તોનો સંઘ માતાજીના રથ અને ધજા સાથે બોલો અંબે જય જય અંબેના જયઘોષ સાથે અંબાજી જવા નીકળ્યો હતો. ગડખોલ પાટિયા ખાતે એકત્રિત થયેલા ૩૦૦થી વધુ ભક્તોએ માતાજીની આરતી ઉતારી પ્રયાણ કર્યું હતું. આયોજકો ઈશ્વરભાઈ પરમાર, ગૌરાંગભાઈ અને હરીશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નીકળેલો આ સંઘ ૧૨ દિવસની યાત્રા બાદ આગામી ૨૩ સપ્ટેમ્બરે અંબાજી પહોંચીને શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરશે.

