VIDEO: આમોદ કોંગ્રેસ પ્રમુખની ધરપકડ બિનઅધિકૃત જાહેર, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પોલીસ સામે ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
ભરૂચના આમોદના તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને અન્ય એક વ્યક્તિની ધરપકડને આમોદ કોર્ટ દ્વારા બિનઅધિકૃત જાહેર કરવા આવી છે... કોર્ટના આ ચૂકાદા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસ પ્રશાસનની કામકાજ શૈલી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આક્રમક નિવેદન આપતા આ સમગ્ર કાર્યવાહી પાછળ સત્તાધારી પક્ષનું રાજકીય દબાણ અને કિન્નાખોરી હોવાનો સ્પષ્ટ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષના જ પ્રતિનિધિ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરાવીને કોંગ્રેસના સક્રિય આગેવાનોને હેરાન કરવા માટે જ આ બધું યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા હવે આ મામલે પૂરતા અને નક્કર પુરાવાઓ એકત્રિત કરીને કાયદાકીય તેમજ જનતાની વચ્ચે જઈને લડતની ચીમકી ઉચ્ચારી છે..

