Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Ankleshwar Municipality conducts demolition to remove traffic and dirt in three road vegetable market

VIDEO: અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા શાક માર્કેટમાં ટ્રાફિક અને ગંદકી દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વ્યસ્ત ત્રણ રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં ફેલાયેલી ગંદકી અને નિત્યૂનિયમ થતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને ડામવા માટે લારીઓ અને પથારાવાળાના ગેરકાયદે દબાણો હટાવવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય માર્ગને અડીને બેસતા વિક્રેતાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. ઇન્ચાર્જ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પાલિકાની ટીમે દબાણો દૂર કરી લારી અને પથારાવાળાને પાલિકા દ્વારા પૂર્વ નિર્ધારિત વૈકલ્પિક જગ્યાએ ખસેડ્યા હતા. જોકે, અચાનક થયેલી આ કાર્યવાહીથી રોજીરોટી છીનવાઈ જવાની આશંકા વ્યક્ત કરી વિક્રેતાઓએ ચીફ ઓફિસર સમક્ષ પોતાની વેદના રજૂ કરી હતી.

App Store