VIDEO: એસીનાં બોક્સની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
સોર્સ : gstv
અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48 પર સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નોબલ માર્કેટ નજીક કન્ટેનરમાંથી એસીનાં મોટાં બોક્સની આડમાં સંતાડેલી 11 હજાર 111 દારૂની બોટલો, જેની કિંમત 45.49 લાખ રૂપિયા છે, તે ઝડપી પાડવામાં આવી છે. પોલીસે એસી અને કન્ટેનર સહિત કુલ 1.25 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન કન્ટેનરમાં આગળ અને પાછળ એસીનાં બોક્સ ગોઠવી વચ્ચે દારૂ સંતાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કન્ટેનરચાલક, ક્લીનર સહિત દારૂ મોકલનાર અને મંગાવનાર મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

