VIDEO : જૂનાગઢમાં કેરીની રેલમછેલ, હજારો બોક્સની આવકથી માર્કેટયાર્ડ ઉભરાયું
સોર્સ : gstv
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે કેરીની બમ્પર આવક નોંધાઈ રહી છે. પ્રતિદિન અંદાજે 8થી 10 હજાર બોક્સ કેરીની આવક થતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેરીની ગુણવત્તા મુજબ 10 કિલોના બોક્સના ભાવ રૂ.700થી રૂ.1200 સુધી બોલાઈ રહ્યા છે. ગયા વર્ષે બદલાતા વાતાવરણને કારણે પ્રથમ ફાલ નિષ્ફળ ગયો હતો, પરંતુ આ વર્ષે હવામાન અનુકૂળ રહેતા આવકમાં વધારો થયો છે. વેપારીઓ અને કમિશન એજન્ટોના જણાવ્યા મુજબ સીઝન લાંબી ચાલવાની શક્યતા છે. જો કુદરતી આફત ન સર્જાય તો ઇજારદારોને નુકસાન નહીં થાય. વધુ આવક થતા ભાવ ઘટવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

