Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad News: Liquor smuggling under the guise of Bournvita boxes, goods worth Rs. 1,32,69,055 seized

Ahmedabad News: બોર્નવીટાના બોક્સની આડમાં દારૂની હેરાફેરી, રૂ. 1,32,69,055નો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad News: બોર્નવીટાના બોક્સની આડમાં દારૂની હેરાફેરી,  રૂ. 1,32,69,055નો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv

અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીનું મોટા પાયે નેટવર્કનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ  રૂ. 1,32,69,055ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની 7108 બોટલો જપ્ત કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ફાર્મમાં આરોપીઓ બોર્નવીટાના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા. 

App Store

બોર્નવીટાના બોક્સની આડમાં દારૂની હેરાફેરી

પોલીસને બાતમી મળી હતી કે, હાથીજણ નજીક બડોદરા ગામના વિસ્તારમાં આવેલા ફિરોજખાન મહોમ્મદખાન બેલીફના ફાર્મહાઉસ પર વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

આ દરમિયાન એક બંધ બોડીવાળા કન્ટેનર અને એક સફેદ કારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓએ દારૂના બોક્સોને ઢાંકવા માટે બોર્નવીટાના નાના-મોટા 1144 બોક્સ અને બંડલોના કવરનો ઉપયોગ કર્યો હતો. આ બોર્નવીટાના બોક્સોની કિંમત જ રૂપિયા 78,12,315 છે. હેરાફેરી માટે અપાયેલું આ કવરિંગ પોલીસની નજરમાંથી બચવા માટેનું સાધન હોવાનું બહાર આવ્યું છે.

જાણીતી બ્રાન્ડ્સના દારૂનો મોટો જથ્થો

જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં અનેક જાણીતી અને બજારમાં માંગ ધરાવતી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ દારૂનો મોટાભાગનો જથ્થો રાજ્યમાં ગેરકાયદે વિતરણ માટે લાવવામાં આવી રહ્યો હતો.

ચાર આરોપીઓ વોન્ટેડ

પોલીસે આ કેસમાં ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં ફાર્મહાઉસનો માલિક ફિરોજખાન મોહમ્મદ ખાન બેલીફ મુખ્ય સૂત્રધાર છે. તેની સાથે કન્ટેનરનો ડ્રાઇવર અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ પણ ચાલી રહી છે. હાલ પોલીસે કન્ટેનર, કાર અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.