રાજકોટમાં સામાન્ય બાબતમાં પતિએ કરી પત્નીની હત્યા, આરોપી નીકળ્યો કુખ્યાત ગુનેગાર

સોર્સ : gstv
રાજ્યમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં પતિના હાથે પત્નીની હત્યાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. પોલીસે આરોપી પતિ યોગેશ બોરીચાની ધરપકડ કરી છે. મૃતક નીલેશ્વરી અને આરોપી યોગેશ વચ્ચે છેલ્લા એક મહિનાથી ઝઘડો ચાલતો હતો, જેના કારણે નીલેશ્વરી છેલ્લા ચાર દિવસથી તેની બહેનપણીને ત્યાં રહેવા ગઈ હતી. ત્યાં પહોંચી યોગેશે બોલાચાલી કરીને નીલેશ્વરીને પાંચથી વધુ છરીના ઘા ઝીંકી દીધા હતા .
આરોપી યોગેશ હિસ્ટ્રી શીટર છે અને તેની વિરુદ્ધ મારામારી સહિત આઠ જેટલા ગુના
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યોગેશ હિસ્ટ્રી શીટર છે અને તેની વિરુદ્ધ મારામારી સહિત આઠ જેટલા ગુના નોંધાયેલા છે. આ યુગલે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવીને પ્રેમલગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં એક જ મહિનામાં પતિના હાથે પત્નીની હત્યાનો આ ત્રીજો બનાવ છે.

