Bharuch news: દોરી ફસાતા બાઇકચાલક યુવકનું ગળું કપાયું, હોસ્પિટલ લઈ જતાં તબીબે મૃત જાહેર કર્યો

સોર્સ : GSTV
જંબુસરના પીલુદરા ગામે રહેતા રાહુલભાઈ કનુભાઈ પરમાર બાઈક લઈને ખેતરેથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પતંગની દોરી ગળામાં આવી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ૧૦૮ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ વેડસ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ હોસ્પિટલની મુલાકાત લઈ શોકતુર પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમજ પરિવારને સરકાર તરફથી મળવાપાત્ર તમામ સહાય અપાવવાની પણ ખાતરી આપી હતી.

