VIDEO: અંકલેશ્વરની રાજહંસ સિનેમામાં ચાલુ મૂવી દરમિયાન અચાનક ભીષણ આગ
સોર્સ : gstv
અંકલેશ્વરની રાજહંસ સિનેમામાં ચાલુ મૂવી દરમિયાન અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં સિનેમાનું નંબર ત્રણ થિયેટર આગની લપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ત્રણથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. DYSP અને GIDC પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનશીબે આ ભયાનક આગની દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.

