VIDEO: અંકલેશ્વરની માર્કેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ
VIDEO: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની અમન માર્કેટમાં એચ.કે ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેને લઈ ચાર જેટલા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ.
અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવેની બાજુમાં આવેલા અમન સ્ક્રેપ માર્કેટમાં એચ. કે. ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં કોઈક કારણોસર આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. પ્લાસ્ટિકનો વેસ્ટ જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બનતા 5 કિલોમીટર સુધી આગના કાળા ધૂમાડા દેખાયા હતા.
આગ અંગેની જાણ થતા અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના ચાર જેટલા ફાયર બ્રિગેડ સાથે આખી ટીમ દોડી આવી હતી અને પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ.

