Ahmedabad news: દિવાળી પહેલા CTM એક્સપ્રેસ હાઈવે પરથી 50 લાખની રોકડ સાથે 2 શખ્સોની ધરપકડ

Ahmedabad news: દિવાળી, બેસતું વર્ષ સહિતના તહેવારો આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ શહેરના CTM એક્સપ્રેસ હાઈવે પરથી બે શખ્સો પાસેથી બિનહિસાબી અધધ 50 લાખની રોકડ ઝડપાઈ હતી. જેને લઈ રામોલ પોલીસે આ બે શખ્સો સામે તેમજ રોકડને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં આવેલા CTM એક્સપ્રેસ હાઈવે પર રામોલ પોલીસને મળેલી બાતમીના આધારે દિવાળીના તહેવારોમાં લોકો પોતાના વતન દિવાળીની ઉજવણી માટે જતા હોય છે ત્યારે પોલીસે દીપક કશ્યપ અને રવિ રાજપૂત નામના બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી 50 લાખની બિનહિસાબી નાણાં મળી આવ્યા હતા. જે બાદ પોલીસે બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી પરંતુ તેઓ આટલી મોટી રકમનો હિસાબ નહોતા આપી શક્યા જે બાદ રામોલ પોલીસે ઘટનાસ્થળેથી બે શખ્સોની અટકાયત કરી રકમની ગણતરી બાદ બંને સામે કાયદેસરના પગલાં ભર્યા હતા.

