VIDEO: ભરૂચ જિલ્લાના 14 રસ્તાઓ બંધ
સોર્સ : gstv
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે 14 રસ્તાઓ બંધ કરાયા છે,..વાલિયા, નેત્રંગ અને હાંસોટના 14 માર્ગો સુરક્ષાના ભાગરૂપે બંધ કરાયા છે. આ સિવાય જરૂરી કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા જિલ્લા તંત્રએ અપીલ કરી છે.સાથે જ, જો જિલ્લામાં ક્યાંય સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો તેના માટે પણ વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવાયું છે. બચાવ ટીમો, જરૂરી સાધનો અને તમામ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે....

