Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Farmers forced to stand in long queues for fertilizer amid famine

VIDEO: ભરૂચના આમોદમાં ખાતર માટે લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર ખેડૂતો

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના  આમોદ તાલુકામાં ચાલુ ખેતીની સિઝન પૂરજોશમાં શરૂ થતાં જ ખાતરની માંગમાં ભારે અને નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેના કારણે આમોદ તાલુકા ખરીદ-વેચાણ સંઘ ખાતે વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે ખેડૂતોની ભારે ભીડ અને ખૂબ લાંબી કતારો જોવા મળી હતી. પોતાની ખેતીના કામો પડતા મૂકીને આમોદ પંથકના અનેક ગામોના ખેડૂતો સવારે અંદાજે ચાર વાગ્યાથી ખાતર માટે લાંબી કતાર લગાવીને ઉભા રહેવા મજબૂર છે.. બીજી તરફ સરકાર તરફથી ફાળવાયેલો ખાતરનો જથ્થો અત્યંત મર્યાદિત હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી ઉપલબ્ધ કુલ ૪૫૦ ગુણ ખાતરમાંથી અંદાજે ૯૦ જેટલા ખેડૂતોને ખેડૂતદીઠ માત્ર ૫ ગુણ ખાતર જ વિતરણ કરવામાં આવ્યું હતું. મર્યાદિત જથ્થાને કારણે કલાકો સુધી રાહ જોયા બાદ પણ અનેક ગરીબ ખેડૂતોને ખાતર વગર જ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું, જેનાથી ખેડૂતોમાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો હતો..  

App Store