Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Big uproar in Bharuch Municipality General Assembly: Election of various committee chairmen

VIDEO: ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો: વિવિધ સમિતિના ચેરમેનોની વરણી

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ભારે તોફાની રહી હતી. બે મહિનાની ખેંચતાણ બાદ આખરે વિવિધ સમિતિના ચેરમેનોની વરણી કરાઈ છે, જેમાં મહત્વની પબ્લિક વર્ક્સ સમિતિ અર્પણ જોશીને અને વોટર વર્ક્સ સમિતિ હેમેન્દ્ર પ્રજાપતિને સોંપાઈ છે. સભાની શરૂઆતમાં જ વિપક્ષી સભ્યોએ રાષ્ટ્રગીતના અપમાન અને સ્થાનિક દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું.હંગામા વચ્ચે વિપક્ષે સામાન્ય સભાના એજન્ડા ફાડીને હવામાં ઉડાવ્યા હતા. જોકે, શાસક પક્ષે બહુમતીના જોરે તમામ ૨૯ કામો મંજૂર કરી દીધા હતા. વિપક્ષે ભાજપને 'ભાગેડુ જનતા પાર્ટી' કહી પ્રજાના પ્રશ્નોથી ભાગવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ આ આક્ષેપોને માત્ર પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યા હતા.

App Store