Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO : End of age-old traffic and road problems in Yatradham Ambaji, big mega demolition of administrative system

VIDEO : યાત્રાધામ અંબાજીમાં વર્ષો જૂની ટ્રાફિક અને રસ્તાની સમસ્યાનો અંત, વહીવટી તંત્રનું મોટું મેગા ડિમોલિશન

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષો જૂની રસ્તા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાનો આખરે અંત આવ્યો છે. માન સરોવરથી અંબાજી મંદિરના સાત નંબરના ગેટ સુધી અવારનવાર સર્જાતા ટ્રાફિક જામને નિવારવા માટે આજે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વર્ષો પહેલાં ટીપી સ્કીમ અંતર્ગત જે પ્લોટ રસ્તા માટે ફાળવવામાં આવ્યો હતો, તેના પર થયેલા ગેરકાયદેસર દબાણોને જેસીબી મશીનો વડે તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પ્લોટ પર બનેલી અંદાજે ચારથી પાંચ દુકાનોને દૂર કરીને રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ મોટો નિર્ણય લેતી વખતે અંબાજી સત્તામંડળના સીઈઓ (CEO), દાંતા ડિવિઝનના ડીવાયએસપી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ મંદિર અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહીથી સ્થાનિકો અને લાખો શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ છે.

App Store