Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: A unique confluence of Shakti, devotees and Garba in Ambaji

VIDEO: શક્તિ, ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ અંબાજીમાં, 51 દીકરીઓની મહાઆરતીથી વાતાવરણ બન્યું ભક્તિમય

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં ધીમે ધીમે નવરાત્રિનો રંગ જામી રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યના પ્રખ્યાત અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.  પ્રખ્યાત અંબાજી મંદિરમાં શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં રાત્રે 9 કલાકે માતાજીની મહા આરતી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા,તમામ ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. ભક્તિની સાથે સાથે ગરબાની રમઝટ ચાચર ચોકમાં જોવા મળી હતી.

App Store

શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ

મહાઆરતી પછી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ માના ચાચર ચોકમાં જોવા મળ્યો હતો. 6 થી 11 વર્ષની બાળાઓએ મહા આરતી કરી હતી. 51 દીકરીઓએ મહા આરતી કરી હતી. માથે ગરબા લઈને બાળાઓ ગરબે ઝૂમી હતી.