Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Video: Huge crowd of devotees at Ambaji temple on the fourth day of Navratri

Video: અંબાજી મંદિરમાં નવરાત્રીના ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ, મંગળા આરતીમાં જોડાયા હજારો ભક્તો

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસો નવરાત્રિના ચોથા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.  વહેલી સવારથી જ મંદિર પરિસર 'બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી ગુંજી ઊઠ્યું.  હજારો ભક્તો માતાજીની આરાધના માટે એકઠા થયા હતા. 

App Store

નવરાત્રિમાં વિશેષ મંગળા આરતી

આસો સુદ બીજથી આસો સુદ આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતીનું આયોજન થાય છે. પ્રથમ આરતી ગર્ભગૃહમાં થાય છે, જ્યારે બીજી આરતી ઘટ સ્થાપના પાસે યોજાય છે.  વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગી ગઈ. પ્રથમ આરતી પછી બીજી મંગળા આરતીમાં પણ અનેક ભક્તો જોડાયા, જેનાથી વાતાવરણ ભક્તિભાવથી ભરાઈ ગયું. 

સુરક્ષા જવાનો પણ આરતીમાં જોડાયા 

મંદિરની સુરક્ષા માટે તૈનાત જવાનો પણ આરતીમાં જોડાયા.  સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવાથી ભીડ વ્યવસ્થિત રીતે નિયંત્રિત રહી. આરતી દરમિયાન 'જય જય અંબે'ના જયઘોષોથી મંદિર પરીષર ગુંજી ઉઠ્યુ. 

ટોપિક્સ:ambajiambaji templenavratri 2025