Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Two people died on the spot in Bhabhar-Deodar highway accident

VIDEO: ભાભર-દિયોદર હાઇવે અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે મોત

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠા જિલ્લાના ભાભર-દિયોદર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.. દર્દીને મૂકીને પરત ફરી રહેલી ઇકો એમ્બ્યુલન્સ અને સ્વિફ્ટ કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં બંને વાહનોના ચાલકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ રોડ પરથી નીચે ઉતરીને સીધી બાજુમાં આવેલી બાવળની ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભાભર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બંને મૃતકોના શવને વાહનોમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

App Store