VIDEO: અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજીનો ૯૭મો જન્મ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો
સોર્સ : gstv
બનાસકાંઠાના અંબાજી સ્થિત ગબ્બર પર્વતની ગિરીમાળાઓ વચ્ચે આવેલા આશ્રમ ખાતે પજૂય ચુંદડીવાળા માતાજીનો ૯૭મો જન્મ મહોત્સવ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે શ્રાવણ સુદ આઠમના પવિત્ર દિવસે યોજાતા આ મહોત્સવ અંતર્ગત આશ્રમ ખાતે નવચંડી યજ્ઞ, મહાઆરતી અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. માતાજીને બ્રહ્મલીન થયે ૬ વર્ષ વીતી ગયા હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તો તેમની સમાધિના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે આદિવાસી નૃત્ય તેમજ કેક કાપીને ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી ધન્યતા અનુભવી હતી.

