Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Green revolution in Maa Amba's home Ambaji: 'Mega Plantation-2026' held under "Ek Pad Maa Ke Naam-3.0"!

VIDEO: માઁ અંબાના ધામ અંબાજીમાં હરિયાળી ક્રાંતિ: "એક પેડ માઁ કે નામ-૩.૦" અંતર્ગત યોજાયો ‘મેગા પ્લાન્ટેશન-૨૦૨૬’!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંબાજી ખાતે ગબ્બર રોડ પર અરાવલી પર્વતમાળા વિસ્તારમાં એક પેડ માઁ કે નામ-૩.૦ અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત મેગા પ્લાન્ટેશન-૨૦૨૬ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન-પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રકૃતિ સેવાને માઁ અંબાની સાચી પૂજા ગણાવી જનભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો, જ્યારે મંત્રી પ્રવિણભાઈ માળીએ ગબ્બરને ગ્રીન ગબ્બર બનાવવાની સાથે ૫૧ લાખ વૃક્ષોના વાવેતરના લક્ષ્યાંક તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું. દુરગમ ડુંગરાળ વિસ્તારોમાં વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવીને રાજ્યને વધુ હરિયાળું બનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરાયો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News