VIDEO: અંબાજી નજીક અરાવલીની ગિરિમાળામાં સ્થિત કોટેશ્વર મહાદેવે ભક્તોનું ઘોડાપૂર
સોર્સ : gstv
અરાવલીની ગિરિમાળાઓ વચ્ચે અને સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન પર વિરાજમાન અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પ્રકૃતિ અને આસ્થાના અનોખા સંગમ સમા આ ધામમાં શ્રદ્ધાળુઓ સરસ્વતી નદીના પવિત્ર જળથી શિવલિંગ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન 'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે.

