VIDEO: ખાંડ અને કાચા માલના ભાવ વધ્યા છતાં અંબાજીમાં મીઠાઈના ભાવ યથાવત્
સોર્સ : gstv
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં ખાંડ અને કાચા માલના ભાવમાં વધારો થયો હોવા છતાં મીઠાઈના ભાવ પર હાલ તેની કોઈ અસર જોવા મળી રહી નથી. અંબાજીની મીઠાઈની દુકાનોમાં વેપારીઓ દ્વારા હાલ ભાવ યથાવત્ રાખવામાં આવ્યા છે. જોકે, મીઠાઈના વેપારીઓમાં ઘરાકીને લઈને ચિંતા જોવા મળી રહી છે. આગામી રાખડી પૂનમના તહેવારને લઈને વેપારીઓને બજારમાં ભીડ અને ઘરાકી વધવાની આશા છે. વેપારીઓનું માનવું છે કે રાખડી પૂનમ બાદ મીઠાઈના ભાવમાં વધારો થઈ શકે છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ હોવાથી તહેવારો દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટતા હોય છે. જેના કારણે વેપારીઓને આગામી દિવસોમાં સારા વેપારની અપેક્ષા છે.

