VIDEO: સુરતમાં ખાંડ મોંઘી થતાં ગ્રાહકોનું બજેટ ખોરવાયું, સપ્ટેમ્બરથી મીઠાઈના ભાવ વધશે
સોર્સ : gstv
સુરતમાં ખાંડના ભાવમાં તીવ્ર વધારો થતાં સામાન્ય ગ્રાહકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા ૪૫ પ્રતિ કિલો મળતી ખાંડનો ભાવ સીધો વધીને ૭૫ થી ૮૦ પહોંચી ગયો છે. ખાંડ મોંઘી થવાને કારણે ગ્રાહકોના ઘરના બજેટ પર સીધી અસર પડી છે, કારણ કે માત્ર મીઠાઈ જ નહીં પરંતુ રોજિંદી અન્ય વસ્તુઓ ખરીદવી પણ હવે મોંઘી બની છે. બીજી તરફ, રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી હોવાથી દુકાનોમાં ખરીદી શરૂ થઈ ચૂકી છે. વેપારીઓનું કહેવું છે કે મીઠાઈમાં ખાંડનો ઉપયોગ સૌથી વધુ થાય છે. હાલ તો તેમણે મીઠાઈના ભાવ વધાર્યા નથી, પરંતુ ખાંડના ભાવવધારાને પહોંચી વળવા માટે આગામી પહેલી સપ્ટેમ્બરથી મીઠાઈની કિંમતોમાં વધારો કરવાની ફરજ પડશે.

