VIDEO: સુરતમાં ધોળા દિવસે દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો
સોર્સ : gstv
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધોળા દિવસે દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભગવતી સ્કૂલ નજીક આવેલી એક દુકાનની અંદર દારૂ પાર્ટી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોને લઈને હવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના સામે આવી છે, ત્યારે બીજી તરફ સુરતમાં ધોળા દિવસે દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થતાં પોલીસ હદ વિસ્તારમાં દારૂના વેચાણ સામે પણ સવાલો ઉઠ્યા છે.

