VIDEO: ડીસામાં કોન્ગો ફીવરનો શંકાસ્પદ કેસ, તંત્ર એલર્ટ
સોર્સ : gstv
બનાસકાંઠાના ડીસા તાલુકાના આખોલ ગામમાં 34 વર્ષીય યુવકમાં કોન્ગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. યુવકના સેમ્પલ પુણેની NIV લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ રોગની પુષ્ટિ થશે. કેસની જાણ થતાં આરોગ્ય અને વેટરનરી વિભાગની ટીમો આખોલ ગામે પહોંચી સર્વેલન્સ શરૂ કર્યું છે. પશુઓમાં ઈતરડી નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને દર્દીના સંપર્કમાં આવેલા લોકોના આરોગ્ય પર પણ નજર રાખવામાં આવી રહી છે. જોકે, હાલ કોન્ગો ફીવરની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

