Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : in Deesa, thousands of kg of suspected chilli powder seized

VIDEO: લાલ મરચામાં ભેળસેળનો કાળો કારોબાર! ડીસામાં 6 હજાર કિલોથી વધુ જથ્થા સામે કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગે ચોક્કસ બાતમીના આધારે મરચું પાવડર બનાવતી પેઢી પર દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન કૃત્રિમ રંગ સહિતની ભેળસેળની શંકા વચ્ચે 6 હજાર કિલોથી વધુ શંકાસ્પદ જથ્થો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

App Store

ફૂડ સેફ્ટી વિભાગે ડીસા GIDC વિસ્તારના શ્રી દર્શન માર્કેટિંગ પર પાડ્યો દરોડો પાડ્યો હતો. મરચા પાવડરમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવ્યા હોવાની આશંકા છે. કુલ 9 નમૂના ચકાસણી માટે લેવામાં આવ્યા છે અને  2.45 લાખનો 3,571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી 2,500 કિલો એક્સપાયરી અને બિનઆરોગ્યપ્રદ મરચું પાવડરનો નાશ કરાયો છે.