VIDEO: અંબાજી મેળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સુરક્ષા સઘન: 18 આરોપીઓ ઝડપાયા
સોર્સ : gstv
પ્રસિદ્ધ અંબાજી મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા અત્યાધુનિક AI મોનિટરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 600થી વધુ સીસીટીવી કેમેરા અને 15 ફેસ ડિટેક્શન કેમેરાની મદદથી ભીડ પર બાજ નજર રાખવામાં આવી છે....રાજ્યના ક્રાઈમ રેકોર્ડ સાથે ડેટા મેચ કરીને AI દ્વારા અત્યાર સુધીમાં 18 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે….મેળા દરમિયાન ગુમ થયેલા 12 બાળકોને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે, તેમજ ચોરાયેલા અને ખોવાયેલા મોબાઈલ તથા કિંમતી ચીજવસ્તુઓ તેરા તુઝ્કો અર્પણ અભિયાન હેઠળ સાચા માલિકોને પરત કરવામાં આવી છે.

