VIDEO: નડિયાદના અલીન્દ્રાના ભક્તોનો સંઘ અંબાજી પહોંચ્યો
સોર્સ : gstv
ભાદરવા સુદ એકમના પવિત્ર દિવસે નડિયાદના અલીન્દ્રાનો સંઘ અંબાજી પહોંચ્યો હતો. 200થી વધુ ભક્તોએ અંબાજી મંદિરમાં ગરબા રમી માતાજીની આરાધના કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી અલીન્દ્રાનો સંઘ અંબાજી આવે છે અને બે ધજા સાથે લાવે છે. એક ધજા અંબાજી મંદિર પર જ્યારે બીજી ધજા અલીન્દ્રાના અજય માતાના મંદિરે ચઢાવવામાં આવી હતી. અલીન્દ્રાના ભક્તોએ જણાવ્યું કે અજય માતા તેમની કુળદેવી છે.

