VIDEO: નડિયાદના ઉત્તરસંડા તળાવ માટેની સફાઈ ઝુંબેશ રંગ લાવી..તંત્રની ઉડી ઉંઘ..શરૂ થઈ સફાઈ!
સોર્સ : gstv
ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત ઉત્તરસંડાના દૂણીયા તળાવમાં પાનફૂટીના સામ્રાજ્યથી પાણી દૂષિત થતાં રોગચાળાની ગંભીર ભીતિ સર્જાઈ હતી. સ્થાનિક રહીશોએ 'સફાઈ નહીં તો વોટ નહીં'નો બુલંદ મોર્ચો માંડી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જે બાદ ભાજપ શાસિત પાલિકાના નેતાઓ અને કાઉન્સિલરો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારી હતી આજથી જ દૂણીયા તળાવમાંથી પાનફૂટી દૂર કરવાની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. તંત્રની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક રહીશોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે..

