Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Ritual worship of 1200 girls in Ambaji

VIDEO: Banaskantha / અંબાજીમાં 1200 કન્યાઓનું વિધિવત પૂજન, ચાચર ચોકમાં બાળાઓએ ગરબાની રમઝટ બોલાવી

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન યાત્રાધામ અંબાજી ખાતે આજે એક અનોખો અને ભવ્ય ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. ચૈત્રી નવરાત્રિ અને ચૈત્રી પૂનમની પૂર્ણાહુતિ બાદ આજના પવિત્ર દિવસે અંબાજીના આંગણે 1200 જેટલી નાની બાળાઓનું કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. તલોદના સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

App Store

આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત અંબાજી અને તેની આસપાસની અંદાજે 11 જેટલી વિવિધ શાળાઓની બાળાઓને આમંત્રિત કરવામાં આવી હતી. આ તમામ 1200 કન્યાઓનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. બાળાઓને કુમકુમ તિલક કરી, તેમને ચણિયા ચોળી, ઇમિટેશન જ્વેલરી અને શણગારની ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી.

કન્યા પૂજન બાદ તમામ બાળાઓએ અંબાજી મંદિરના ઐતિહાસિક ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. મા અંબાના ગુણગાન ગાતી બાળાઓના ગરબા જોઈ યાત્રિકો પણ મંત્રમુગ્ધ બન્યા હતા. ત્યારબાદ તમામ કન્યાઓને આદરપૂર્વક ભોજન (મહાપ્રસાદ) કરાવવામાં આવ્યું હતું. મંદિરના મહારાજ દ્વારા પણ તમામ બાળાઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.