Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Palanpur double murder case absconding accused Nayan Soni nabbed from Telangana under 'Operation Nayan Soni'

VIDEO: પાલનપુર ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી નયન સોની તેલંગાણાથી 'ઓપરેશન નયન સોની' હેઠળ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના પાલનપુરમાં વર્ષ 2006માં થયેલા ચર્ચિત ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતો અને પેરોલ પરથી ફરાર થયેલો આરોપી નયન સોની આખરે પોલીસ પકડમાં આવ્યો છે. આરોપી સજા દરમિયાન પેરોલ પર બહાર આવ્યા બાદ લાંબા સમયથી ફરાર હતો. બનાસકાંઠા પેરોલ ફર્લો સ્ક્વોડે ગુપ્ત કડીના આધારે તેલંગાણા રાજ્યમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે સતત 36 કલાકની મુસાફરી કરી ગુજરાતથી 1400 કિલોમીટર દૂર તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લાના નંગનુર ખાતેથી 'ઓપરેશન નયન સોની' હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો છે. વર્ષોથી પોલીસને ચકમો આપતા આરોપીની ધરપકડથી બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

App Store