VIDEO: પાલનપુરના હસનપુર ગામે રીંછના હુમલાથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ
સોર્સ : gstv
બનાસકાંઠાના પાલનપુરના હસનપુર-ખરોડપુર ગામે રીંછનો આતંક જોવા મળ્યો છે....ગામની સીમમાં ઘુસી આવેલા રીંછે ત્યાં રહેલા લોકો પર હુમલો કરી દીધો હતો, જેમાં 6 થી 7 જેટલા સ્થાનિક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગની ટીમ વહેલી સવારથી જ આ રીંછને સુરક્ષિત રીતે પકડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે, પરંતુ વન વિભાગની ટીમ પકડે તે પહેલા જ રીંછે વધુ કેટલાક લોકો પર હુમલો કરી દીધો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

