Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Over 2300 cans of suspected ghee seized in Disa

VIDEO: ડીસામાં શંકાસ્પદ ઘીના 2300થી વધુ ડબ્બા જપ્ત, બે વેપારી ભાગીદારો સામે કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં SOG પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કાપડીવાસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડા દરમિયાન લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે 15 કિલોના મોટા ડબ્બા સહિત હજારો ઘીના ડબા અને પાઉચ કબજે કરી બે વેપારી ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

App Store

બનાસકાંઠાની પાલનપુર SOG પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ડીસાના કાપડીવાસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં પહોંચી હતી. તપાસ દરમિયાન જ્યોતિ ટ્રેડિંગ કમિશન એજન્ટ સાથે સંકળાયેલા વેપારીઓના કબજામાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે 15 કિલોના 19 મોટા ડબા, વિવિધ સાઈઝના 2,334 ઘીના ડબા તેમજ 120 પ્લાસ્ટિક પાઉચ મળી કુલ 2,473 પેકેટ સહિત અંદાજે રૂ.6.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે જ્યોતિ ટ્રેડિંગ કમિશન એજન્ટના ભાગીદાર રવીકુમાર ભરતભાઈ પંચીવાળા અને હિતેશકુમાર પ્રકાશભાઈ મહેસુરિયા સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબજે કરાયેલા ઘીના નમૂનાઓને વધુ તપાસ માટે મોકલવાની તજવીજ કરવામાં આવી છે. 

એક વર્ષમાં SOGની ચોથી મોટી કાર્યવાહી

વર્ષ 2026 દરમિયાન પાલનપુર SOG એ ડીસા, છાપી, ચંડીસર બાદ હવે ફરી ડીસામાં કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં રૂ.14.36 લાખથી વધુ કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપી વિવિધ વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસામાં ફરી એકવાર શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે તપાસમાં ઘીની ગુણવત્તા અંગેનો અંતિમ અહેવાલ શું આવે છે અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે.