VIDEO: હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી: ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા
Gujarat Weather Updates : હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી પ્રમાણે 26 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધીમાં આગામી ત્રણ કલાક માટે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે ફક્ત બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બનાસકાંઠામાં રેડ એલર્ટ
બનાસકાંઠા જિલ્લામાં મૂશળધારથી અતિભારે વરસાદની આગાહી હોવાથી સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
5 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ'
રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. જેમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીનો સમાવેશ થાય છે.
કયા વિસ્તારોમાં યલો એલર્ટ
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જેવા વિસ્તારો યેલો ઝોનમાં દર્શાવવામાં આવ્યા છે.

