VIDEO: ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
સોર્સ : gstv
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બે દિવસ અત્યંત ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈનના કારણે આજે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત વડોદરા અને પંચમહાલમાં હળવા વરસાદની શક્યતા છે. બુધવારે પણ નવસારી, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ રહેશે. દરિયામાં કરંટ હોવાથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને દક્ષિણ ગુજરાતમાં LCS-3 સિગ્નલ લગાવાયું છે. રાજ્યમાં હજુ પણ 3 ટકાવરસાદની ઘટ છે.

