Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : massive fire broke out after an accident between two trailers and a car

VIDEO: ડીસામાં બે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતાં લાગી ભીષણ આગ, પાટણમાં ટ્રકની અડફેટે આવતાં મહિલાનું મોત

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતભરમાં અકસ્માતની હારમાળ સર્જાઈ રહી છે એવામાં બનાસકાંઠામાંથી એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં ડીસાના ઝેરડા કુચાવાડા રોડ પર બે ટ્રેલર અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ત્રણેયમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતની ઘટનામાં બેથી ત્રણ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી આગ પર પાણીનો મારો ચલાવાયો છે. અકસ્માતની ઘટનામાં ઘાયલોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આવ્યા છે.

App Store

પાટણમાં ટ્રકની અડફેટે આવી જતાં મહિલાનું મોત

પાટણમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં સરસ્વતી નાયતા રોડ ઉપર બેફામ બનેલા ડમ્પર ચાલકે મહિલાને કચડી દીધી હતી. ડમ્પરની ટક્કરે આવી જતાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરને આગ ચાંપી હતી. આગને પગલે હાઇવે ઉપર અફરાતફડી મચી હતી. ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.