Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : In Disa, the host offered his mameru to Lord Jagannath

VIDEO: ડીસામાં યજમાને ભગવાન જગન્નાથને મામેરૂ અર્પણ કર્યું

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું પરંપરાગત મામેરું ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે દાંતીવાડાના કેરાભાઈ નારણભાઈ રબારી પરિવાર યજમાન તરીકે જોડાયા હતા અને મામેરું ભગવાનને અર્પણ કર્યું હતું. મામેરા પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.સુભાષચંદ્ર જગન્નાથ બોઝ સેવા સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રા 16 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યે નવા રામજી મંદિરેથી ભગવાનની આરતી સાથે પ્રસ્થાન કરશે. ઉત્તર ગુજરાતની સૌથી ભવ્ય રથયાત્રાઓમાં સ્થાન ધરાવતી ડીસાની આ રથયાત્રામાં દર વર્ષે હજારો ભક્તો જોડાય છે અને સમગ્ર શહેર ભગવાનની નગરચર્યાના સાક્ષી બને છે..

App Store