VIDEO:ડીસામાં ગૌરક્ષકો પર હુમલા અને ધમકીના વિરોધમાં હિન્દુ સંગઠનોની વિશાળ રેલી
સોર્સ : gstv
બનાસકાંઠાના ડીસામાં ગૌરક્ષકો પર થયેલા જીવલેણ હુમલા અને હિન્દુ યુવા સંગઠનના પ્રમુખને મળેલી જાનથી મારી નાખવાની કથિત ધમકીના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરો બગીચા સર્કલ ખાતે એકત્રિત થઈ, ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે ડીસા DySP કચેરીએ પહોંચ્યા હતા. સંગઠનોએ પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની અને હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. અગ્રણી હીનાબેન ઠક્કરે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં તંત્ર દ્વારા અસરકારક પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં બંધના એલાન સહિતનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

