VIDEO: અંબાજીમાં હર્ષ સંઘવીએ પૂજા કરી ધજા ચડાવી, ચોરાયેલી વસ્તુઓ પરત અપાવી
સોર્સ : gstv
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અંબાજી ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંબાજી પોલીસ કંટ્રોલ પોઇન્ટ ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે અંતર્ગત લોકોની ચોરાયેલી તથા ખોવાયેલી વસ્તુઓ ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે મુળ માલિકોને પરત કરવામાં આવી હતી. આ ઉપરાંત, અંબાજી મેળા દરમિયાન પ્રશંસનીય કામગીરી કરનારા પોલીસ જવાનો અને અધિકારીઓને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલ પોઈન્ટ પર ધજાનું વિધિવત પૂજન કર્યું હતું અને ત્યાંથી મંદિર સુધી હાથમાં ધજા લઈને પદયાત્રા કરી હતી. આ ધજા યાત્રામાં તેમની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં હર્ષ સંઘવી ભક્તિભાવમાં લીન જોવા મળ્યા હતા, જેનાથી સમગ્ર મંદિર પરિસરમાં અદ્ભુત ધાર્મિક માહોલ સર્જાયો હતો.

