VIDEO: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પહેલાં સુરક્ષા ચકાસણી
સોર્સ : gstv
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પહેલાં BDDS અને ડોગ સ્ક્વોડની ટીમ એક્ટિવ થઈ છે. લાખો માઈભક્તોની સુરક્ષાને પગલે સમગ્ર મંદિર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. DSMD, NLJD, MOA8 સહિતના સાધનો અને ડોગની મદદથી શક્તિદ્વારથી સમગ્ર મંદિર પરિસરને ઝીણવટભરી રીતે ચેક કરવામાં આવ્યું છે. અંબાજી મંદિર ઝેડ કેટેગરીમાં આવતું હોવાથી વર્ષ દરમિયાન પણ અવારનવાર BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સુરક્ષા તપાસ કરવામાં આવે છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે, ત્યારે રાજસ્થાન સરહદ નજીક અને અરવલ્લીની પર્વતમાળામાં આવેલા અંબાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે.

