VIDEO: અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યા
સોર્સ : gstv
અંબાજીમાં પવિત્ર ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ દેશના વિવિધ વિસ્તારોમાંથી મા અંબાના દર્શન અર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. હાથમાં માતાજીની ધજાઓ લઈને પગપાળા તથા વાહનો મારફતે પહોંચેલા ભક્તોની મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. આ મેળો શ્રદ્ધા, સંકલ્પ અને મનોકામના અર્પણ કરવાનો પવિત્ર અવસર છે. ભક્તો પોતાના હૃદયમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે.

