Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Fire breaks out in solar panels in Adal village of Dhanera

Banaskantha news: ધાનેરાના એડાલ ગામે સોલાર પ્લેટસમાં લાગી આગ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: ધાનેરાના એડાલ ગામે સોલાર પ્લેટસમાં લાગી આગ

Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના બાજરીના ઉત્પાદન માટે જાણીતા એવા ધાનેરા તાલુકાના એડાલ ગામે ખેતરમાં મૂકેલી સોલાર પ્લેટ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એડાલ ગામમાં મોટી સંખ્યામાં પડેલી સોલાર પ્લેટમાં અચાનક આગ ભભૂક્તા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, હજી ઘણાબધા ખેતરોમાં સોલાર પ્લેટ લાગે તે પહેલા જ કાળઝાળ ગરમીને લીધે આગ લાગ્યાનું સ્થાનિકોનું અનુમાન છે. આગની જાણ થતા ધાનેરાથી ફાયર ફાઈટર પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. 

App Store

મળતી વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા એડાલ ગામમાં ખેતરોમાં લગાવવામાં આવતી સોલાર પ્લેટમાં આજે શનિવાર 19 એપ્રિલે અચાનક આગ લાગી હતી. જો કે, આગને લીધે ચારેબાજુ ધૂમાડો દેખાવા લાગ્યો હતો. આગની જાણ થતા સ્થાનિકોનું ટોળું પણ એકઠું થયું હતું. સોલાર પ્લેટસમાં આગ અંગેની જાણ ધાનેરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી તાબડતોબ ધાનેરાથી ફાયર બ્રિગેડની ટીમ એડાલ ગામે ઘટનાસ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે ભારે જહેમત બાદ સોલાર પ્લેટમાં લાગેલી આગ કાબૂમાં આવી હતી. આગની ઘટનાને લીધે સ્થાનિકો પણ આગ કાબૂ કરવામાં જોતરાયા હતા.