Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Two pilgrims rescued after drowning in Gomti river in Dwarka pilgrimage site

Dwarka news: યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં ડૂબેલા બે યાત્રિકોનું કરાયું રૅસ્ક્યૂ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Dwarka news: યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં ડૂબેલા બે યાત્રિકોનું કરાયું રૅસ્ક્યૂ

Dwarka news: પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં દર્શન માટે આવેલા બે યાત્રિકો ગોમતી નદીમાં ન્હાવા જતા તેઓ ડૂબવા લાગ્યા હતા. જો કે, જોતજોતામાં તેઓ પાણીમાં ગરકાવ થતા સ્થાનિક તરવૈયાઓની મદદથી ઊંડા પાણીમાંથી બંને યાત્રિકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે બાદ બંનેને પ્રાથમિક સારવાર માટે દ્વારકા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, બંને યાત્રિકોના જીવ બચી ગયા હતા. 

App Store

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાણીતા પ્રવાસન અને યાત્રાધામ એવા દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાન કરવા પડેલા બે યાત્રિકો અચાનક ડૂબી રહ્યા હતા ત્યારે સ્થાનિક તરવૈયાઓ તેઓની વ્હારે આવી ભારે જહેમત બાદ બંનેનું રૅસ્ક્યૂ કરી કિનારે લાવ્યા હતા. જોકે ગોમતી નદીમાં બે યાત્રિકો ડૂબવાની ઘટનાને લઈ લોકોનું ટોળું કિનારે એકઠું થયું હતું. પરંતુ ત્યાંથી બંને યાત્રિકોને લઈ પ્રાથમિક સારવાર માટે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. આ દરમ્યાન બંને યાત્રિકોના જીવ બચી જવા પામ્યા હતા.